Skip to main content
Settings Settings for Dark

ડૉક્ટર હોવા છતાં કરી ખારેકની સફળ ખેતી, વિદેશોમાં કરે છે નિકાસ

Live TV

X
  • સાવલીયાએ ડોકટર હોવા છતાં ખેતી પ્રત્યેના પ્રેમને કારણે પોતાના ખેતરમાં પોતાની આગવી સૂઝથી ખારેકની ખેતી કરી છે.

    ઘોરાજી પાસે આવેલા જામ કંડોરણાના બોરીયા ગામના ડૉ. હરદાસ ભાઈ, બેચરભાઈ, સાવલીયાએ ડોકટર હોવા છતાં ખેતી પ્રત્યેના પ્રેમને કારણે પોતાના ખેતરમાં પોતાની આગવી સૂઝથી ખારેકની ખેતી કરી છે.

    આ ખેતી કરતા પહેલાં તેમણે ખારેકના બારહી જાતના રોપાઓ લાવી પોતાની વાડીએ વાવ્યા અને ઓર્ગેનિક ખાતર કે જેમાં છાણ, ગૌ-મૂત્ર, ગોળ, ચણાનો લોટ વગેરે પલાળીને ઓર્ગેનિક ખાતર બનાવી તેમાંથી ખારેકની ખેતી ચાલુ કરી.

    ખારેકની આ રીતે થયેલી ખેતીમાં પહેલા વર્ષે, એક ખારેકના ઝાડમાંથી 40 કિલોનું ઉત્પાદન થયું છે. જ્યારે પાંચ વર્ષે એક ઝાડમાંથી 100 કિલો કરતા વધુ ખારેકનું ઉત્પાદન થાય છે. આ વર્ષથી આ ખારેકની નિકાસ અમેરિકા, લંડન જેવા દેશોમાં તેઓ કરવાના છે. ડોકટર હરદાસભાઈએ જણાવ્યું હતું કે, અમે આ ઉપરાંત વાડીમાં ડુંગળી, કપાસ, મગફળી વગેરેની પણ ખેતી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply