તાપી: ઓર્ગેનિક પદ્ધતિથી જમ્બો કેસર કેરીનું ઉત્પાદન
Live TV
-
7000 આંબાનો ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેર
બજારમાં હવે કેસર કેરીનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે તાપી જિલ્લામાં શિકેર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી જમ્બો કેસર કેરીનું ઉત્પાદન કર્યું છે. વાલોડ તાલુકામાં આવેલા શિકેર ગામના જીગરભાઈ દેસાઈ પોતાના ખેતરમાં આધુનિક પદ્ધતિથી શાકભાજી તો વાવે જ છે પરંતુ તેની સાથે સાથે 7000 જેટલા આંબાનો પણ ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેર કર્યો છે. ઓર્ગેનિક ખેતીમાં ખાસ કરીને ગૌમુત્ર, છાણ, ગાયનું ઘી, મધ અને વિવિધ પ્રકારની ઔષધિમાંથી ખાસ પ્રકારનું અમૃત પાણી બનાવવામાં આવે છે. અને તેને યોગ્ય સમયે આંબાના ઝાડને આપવામાં આવે છે. જેનાથી કેરીમાં રોગ કે જીવાતનું પ્રમાણ નહિંવત રહે છે. સાથે જ તેની મીઠાસ પણ ઘણી વધારે હોય છે. ત્યારે જીગરભાઈએ ઉત્પાદન લીધેલી કેરી અન્ય કેસર કેરી કરતા ઘણી મોટી અને શ્રેષ્ઠ છે.
