તા.08/11/2022 મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી સોમનાથ મંદિરમાં નિત્યપૂજન આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
Live TV
-
તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનિક સમય પ્રમાણે આ મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય-પૂજન,આરતી ગ્રહણ દરમિયાન બંધ રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે.
ગ્રહણ દરમિયાન તારીખ-08/11/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 08/11/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6:50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7:45 કલાકે કરવામાં આવશે. ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6:00 થી રાત્રે 01:00 સુધીનો રહેશે. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10:45 વાગ્યે, તથા મહા આરતી રાત્રે 12:00 વાગ્યે કરવામાં આવશે.
