નડિયાદના કેનરા બેન્કમાં આવતા ગ્રાહકોને કરવામાં આવે છે સેનેટાઈઝ, જુઓ કેવી છે વ્યવસ્થા
Live TV
-
ગ્રાહકો બેંકની આ પધ્ધતીથી ખુશ છે. અને બેકના વ્યવસ્થાપકનો આ વ્યવસ્થા માટે આભાર માને છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી કેનેરા બેન્ક કોરોના અંતર્ગત કંઈક અલગ જ કામ કરી રહી છે. તેઓ સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને ખાતેદારની સગવડ સાચવવા સાથે કામગીરી કરે છે. ગ્રાહકને ચેક ભરવાનો હોય તો ચેકને સેનેટાઇઝ કરીને પ્રવેશ દ્વારે બેઠેલી વ્યક્તિ ચેક લઇ લે છે. બેંકની અંદરનું કાર્ય હોય તો ગ્રાહકના બુટ-ચંપલ બહાર કઢાવી તેમને સેનેટાઇઝ કરીને અલગ સ્લીપર પહેરવા આપવામાં આવે છે. ત્યાર બાદ તેમના ક્રમ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને તેમને કામ માટે આગળ મોકલવામાં આવે છે. આ ઉપરાંત બેંકની અંદર તેમજ થોડે દુર આવેલા એટીએમ ને દિવસમાં ત્રણવાર સેનીટાઇઝ કરવામાં આવે છે. ગ્રાહકો બેંકની આ પધ્ધતીથી ખુશ છે. અને બેકના વ્યવસ્થાપકનો આ વ્યવસ્થા માટે આભાર માને છે.
