પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણિસમી જન્મ જયંતિ, લાખો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટ્યા
Live TV
-
પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણિસમી જન્મ જયંતિ વીરપુરમાં જલારામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટ્યા
આજે પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણિસમી જન્મ જયંતિ છે ત્યારે જલારામ બાપાની કર્મ ભૂમિ અને જન્મભૂમિ એવા વીરપુરમાં જલારામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટ્યા છે. સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી બાપાના દર્શન માટે ભક્તોને જમાવડો વિરપુરમાં જોવા મળી રહ્યો છે. જલા સંતથી જલારામ બનેલા જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ 7ના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. જેમાં આવતા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા ખીચડી અને બુંદી ગાંઠિયાઓનો પ્રસાદ આપવામાં આવે છે. તો વીરપુરમાં આવેલા જલારામ મંદિરની એક ખાસિયત છે કે અહીં કોઈ પણ પ્રકારની દાન સ્વીકારવામાં આવતું નથી. વર્ષ 2000થી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી.આ દેશનું એક માત્ર મંદિર છે. આજે પણ મંદિરમાં પ્રતિદિન નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
રાજ્યમાં જલારામ બાપાની 218મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે મોરબીમાં ભક્તોએ પ્રસાદી માટે આઠ ફૂટનો રોટલો બનાવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકર્ડસે આ વિશેષ કદના રોટલાની નોંધ લીધી હતી. જલારામ મંદિરેથી આઠ ફૂટના રોટલા અને રથ સાથે મોરબીમાં શોભાયાત્રા પણ નીકળી હતી. જલારામ ભક્તો શોભાયાત્રામાં ઉમંગભેર જોડાયા હતા. મોરબી મંદિર દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. ઇન્ડિયા બુક ઓફ રેકર્ડસમાં પ્રસાદના રોટલાની નોંધ લેવામાં આવતા ભક્તોએ પણ ગૌરવ અનુભવ્યું હતું.
