બાળકોને "પોઇન્ટ ફોર કોઝ "રૂરલ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવે છે શિક્ષણ
Live TV
-
રાજ્ય સરકાર આદિજાતિના બાળકો - વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે તેમને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે. "પોઇન્ટ ફોર કોઝ "રૂરલ પ્રોજેક્ટ હેઠળ બાળકોની અંદર રહેલી કળાને જાગૃત કરવામાં આવે તે માટે શ્રીમતી ગાયત્રીબહેન જોષી દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓ માટે છેલ્લાં એક વર્ષથી કામ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર આદિજાતિના બાળકો - વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે તેમને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે. "પોઇન્ટ ફોર કોઝ "રૂરલ પ્રોજેક્ટ હેઠળ બાળકોની અંદર રહેલી કળાને જાગૃત કરવામાં આવે તે માટે શ્રીમતી ગાયત્રીબહેન જોષી દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓ માટે છેલ્લાં એક વર્ષથી કામ કરી રહ્યા છે. અહીં આર્ટ થેરપી, ડાન્સ થેરપી, મ્યુઝિક થેરપી દ્વારા બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો. અલગ અલગ સેશન કરીને બાળકોને તાલિમબધ્ધ કરવામાં આવ્યા. 70 બાળકો આર્ટીસ્ટ ટીમમાં સામેલ થયા. ત્યારબાદ આર્ટ કેમ્પ, ટીમ બિલ્ડિંગ, ગ્રૂપ આર્ટ વર્ક, ટેટુ વર્કશોપ, મહેંદી આર્ટ વર્ક, રિસાયક્લિંગ વર્ક કર્યા બાદ ''કલાકાર કે કલાકાર' એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મણિભાઈ ભસારા અન શ્રી વિજય દેશમુખ આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરીને મુલાકાત લીધી હતી.
