બોટાદ જિલ્લામાં માત્ર 3 જ દિવસમાં 932 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે કરાવ્યું રજીસ્ટ્રેશન
Live TV
-
બોટાદ માર્કેટીગ યાર્ડમાં તંત્ર દ્વારા તમામ નીતિ નિયમ મુજબ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર દ્વારા મગફળી કેન્દ્ર પર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૨૨ જેટલા માર્કેટીગ યાર્ડ પર ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે બોટાદ જિલામાં પણ માર્કેટીગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં આજ દિન સુધીમાં ૯૩૨ કરતા પણ વધારે ખેડૂતો મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ત્યારે બોટાદ માર્કેટીગ યાર્ડમાં તંત્ર દ્વારા તમામ નીતિ નિયમ મુજબ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર દ્વારા મગફળી કેન્દ્ર પર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
