ભક્તિ અને તપ માટે ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ
Live TV
-
સવારથી જ રાજ્યભરનાં શિવમંદિરોમાં રૂદ્રી, પંચોપચાર અને મહામૃત્યુંજયના પાઠ સહિતના આયોજનો કરાયા
ભગવાન ભોળાનાથની ભક્તિ અને તપ માટે ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી શુભારંભ થયો છે. આજે સવારથી જ રાજ્યભરનાં શિવમંદિરોમાં રૂદ્રી, પંચોપચાર અને મહામૃત્યુંજયના પાઠ સહિતના આયોજનો કરાયા છે. જીવનને શિવમય બનાવવા માટે શ્રેષ્ઠ શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર ખાતે ખાસ આયોજનો કરાયા છે.આજે પરોઢીયે ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરે આજે સવારે થયેલી આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સોમનાથ મંદિરે ભક્તોના ભારે ધસારાને જોતાં સલામતી સહિતનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે.સમગ્ર મહિના દરમિયાન સોમનાથ દાદાને રોજ જુદા જુદા 29 જેટલા શણગાર કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદના કર્ણમુક્તેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ સહિતના શિવમંદિરો ખાતે પણ શિવ આરાધના માટે ભક્તો ઉમટ્યા છે.
