મહિસાગર - બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન
Live TV
-
દીકરો-દીકરી એક સમાન વિશે માહિતી આપતો પપેટ શો બતવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંગેના વિસ્તૃત આયોજન મુજબ આજ રોજ 'બેટી બચાવો બેટી પઢાવો' મહિલા સંમેલનનું આયોજન મહીસાગર જિલ્લા પંચાયતના હોલમાં મહીસાગર જિલ્લા કલેકટર આર બી બારડની અધ્યક્ષતામાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, આશા વર્કર બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં યોજાયું જેમાં સેક્સ રેંટિયો વધારવા અને મહિલાઓને દીકરીઓ ના લાલન-પાલન કેવી રીતે કરવું જોઈએ અને મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોને દીકરો-દીકરી એક સમાન વિશે માહિતી આપતો પપેટ શો બતવામાં આવ્યો હતો.
