મેઘમહેરને પગલે યાત્રાધામ પાવાગઢનો ડુંગર નયરનરમ્ય બન્યો
Live TV
-
ડુંગર પરથી પડતા પાણીના ધોધ દર ચોમાસાની સિઝનમાં પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે
રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પંચમહાલ જીલ્લામાં પણ મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે, વરસાદને લઈને પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢ ડુંગર હાલ ધોધ અને વાદળો આચ્છાદિત બન્યો છે . વરસાદને લઈને પાવાગઢ ડુંગરની સૌંદર્યતમા વધારો થયો છે . પાવાગઢ ડુંગરને હાલ વાદળોએ ઘેરી લીધો છે તો સાથે સાથે પાવાગઢ ડુંગર પર જ અનેક ધોધની પણ શરૂઆત થઇ ચુકી છે . એક તરફ વાદળોની વચ્ચે ડુંગર પરથી પડતા પાણીના ધોધનું નયનરમ્ય દ્રશ્ય જોવા માટે પ્રવાસીઓ પણ પાવાગઢ ખાતે આવી રહ્યા છે . પાવગઢ ડુંગર પરથી પડતા પાણીના ધોધ દર ચોમાસાની સિઝનમાં પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે . દર વર્ષે પ્રથમ વરસાદે જ પાવાગઢ ડુંગર પરથી ધોધની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ વરસવાને લઈને ધોધની શરૂઆત થઈ નહોતી પણ બીજા રાઉન્ડમાં મેઘરાજાએ હેત વરસાવતા હાલ પાવાગઢ ડુંગરની ચારે બાજુ હાલ નાના મોટા થઈને ૭ જેટલા ધોધની શરૂઆત થઇ છે.
