મોરબી જિલ્લામાં મેડિકલ મંજૂરી મળતા ખુશીનો માહોલ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા પાંચ જીલ્લામાં મેડીકલ કોલેજને મંજુરી તેમજ સરકારી હોસ્પીટલમાં બેડની સુવિધામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાને પણ નવી મેડીકલ કોલેજની ભેટ મળી છે
રાજ્ય સરકાર દ્વારા પાંચ જીલ્લામાં મેડીકલ કોલેજને મંજુરી તેમજ સરકારી હોસ્પીટલમાં બેડની સુવિધામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાને પણ નવી મેડીકલ કોલેજની ભેટ મળી છે તેમજ સરકારી હોસ્પીટલમાં બેડની સંખ્યામાં વધારો કરાયો છે જેથી મોરબીમાં ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારે આ અંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે સરકારની જાહેરાત આવકારદાયક છે અગાઉ જીલ્લા ભાજપ દ્વારા મોરબીને મેડીકલ કોલેજની સુવિધા માટે માંગણીઓ કરવામાં આવી છે જેને પગલે મોરબીમાં નવી મેડીકલ કોલેજને મંજુરી મળી છે જયારે નવી મેડીકલ કોલેજ અંગે એમબીબીએસના વિદ્યાર્થી જણાવે છે કે આ ખુશીની વાત છે અને સરકારના નિર્ણયને તેઓ આવકારે છે મોરબીના વિદ્યાર્થીઓને અગાઉ અભ્યાસ માટે બહાર જવું પડતું હતું જયારે હવે તેને ઘર આંગણે મેડીકલ અભ્યાસની સુવિધા મળશે જયારે અન્ય મેડીકલ વિદ્યાર્થી પણ મેડીકલ કોલેજ મંજૂરીના નિર્ણયને સહર્ષ આવકારી રહ્યા છે
