રાજકોટવાસીઓને આધુનિક કક્ષાનું મળશે નવું બસ સ્ટેન્ડ
Live TV
-
સૌરાષ્ટ્રના પાટનગર સમા રંગીલા રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. રાજકોટવાસીઓને આગામી ડિસેમ્બર સુધીમાં એક આધુનિક કક્ષાનું નવું બસ સ્ટેશન મળવાનું છે. હાલ જે ઢેબર રોડ પર આવેલ જૂનું બસસ્ટેન્ડ હતું ત્યાં છેલ્લા કેટલાક સમયથી તે બસસ્ટેન્ડ પાડીને તેની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થઇ છે અને હવે આ કામ પૂર્ણતાના આરે છે. આ અંગે રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં નિર્માણ પામનાર નવા બસ સ્ટેશનનું મોટાભાગનું કામ પુર્ણ થઈ ગયું છે અને અંદાજિત ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ થઈ જશે.
