Skip to main content
Settings Settings for Dark

રાધિકા નામની ગીર ગાયને મળ્યો પ્રથમ નંબર

Live TV

X
  • ઉત્તમ ઓલાદની પરંપરાગત હરિફાઈમાં પ્રથમ સ્થાને આવી

    મોરબી ના દરબાર ગઢ પાસે રહેતા મહિપાલ સિંહ નામ ના યુવા પશુપાલકની રાધિકા નામની ગીર ગાયને રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ઉત્તમ ઓલાદની પરંપરાગત હરીફાઈ માં પ્રથમ નંબર મળ્યો છે. પ્રથમ નંબર મળતા રાજ્ય સરકાર દ્વારા 51 હજાર રુપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે. ત્રણ પેઢી થી મોરબી ના પશુપ્રેમી પરિવારને ઉત્તમ ઓલાદના પશુ પાલક તરીકે સન્માન મળે છે.મોરબીના મહિપાલસિંહ ની ગાય રાધિકાના વાછરડા ની રાજ્ય સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા ઉંચી કિંમતે માગ કરવામાં આવી છે અને આગામી સમય માં પાટણ પશુપાલન વિભાગ ની ટીમ પવન નામ ના રાધિકા ના વાછડાં ને લેવા પણ આવવાની છે. આગામી હરીફાઈમાં ગાય રાધિકાની વાછડી પદ્મિની પણ પ્રથમ ક્રમાંકે આવે તે માટે તજજ્ઞોની સલાહ સૂચન મુજબ અત્યાર થી જ વિશેષ સાર સંભાળ સાથે દેખરેખ રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply