વરસાદ ખેંચાતા ખેડૂતોને ભોગવવી પડી રહી છે હાલાકી
Live TV
-
હાલમાં વરસાદની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડા જિલ્લામાં ખેતી ઉપર નભતા ખેડૂતો અને ખેતી પર તેની અસર જોવા મળી રહી છે.ખેડા જિલ્લો ખેતી ઉપર નભતો જિલ્લો છે. અહી મોટા પ્રમાણમાં પરિવારો ખેતી પર નભે છે. ખેડા જિલ્લામાં આ વખતે વરસાદનું પ્રમાણ નહીંવત રહેવાથી અને વરસાદનું પાણી યોગ્ય ન મળવાને કારણે હવે ખેડૂતોને કૂવામાંથી પાણી લેવાની ફરજ પડી છે.
હાલમાં વરસાદની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડા જિલ્લામાં ખેતી ઉપર નભતા ખેડૂતો અને ખેતી પર તેની અસર જોવા મળી રહી છે.ખેડા જિલ્લો ખેતી ઉપર નભતો જિલ્લો છે. અહી મોટા પ્રમાણમાં પરિવારો ખેતી પર નભે છે. ખેડા જિલ્લામાં આ વખતે વરસાદનું પ્રમાણ નહીંવત રહેવાથી અને વરસાદનું પાણી યોગ્ય ન મળવાને કારણે હવે ખેડૂતોને કૂવામાંથી પાણી લેવાની ફરજ પડી છે.તો બીજી બાજું કેનાલમાંમાંથી પાણી ખેતી માટે છોડાતા ખેડૂતો રોપણી તરફ આગળ વધ્યા છે. પરંતુ ખેડૂતોનું માનવું છે કે કૂવામાંથી પાણી લેવાને કારણે ખેત ઉત્પાદન આ વખતે મોંઘુ થશે. આ વિષે જિલ્લાના મદદનીશ ખેતી નિયામકે જણાવ્યું હતું કે, ગત વર્ષે કુલ ખેડા જિલ્લામાં 62000 હેક્ટરમાં વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે 52000 હેક્ટરમાં આજની સ્થિતિએ વાવેતર પૂર્ણ થયેલ છે.
