વર્ષીતપ કરનાર જૈનો આજે અખાત્રીજે શેરડીનો રસ પીને કરશે પારણાં
Live TV
-
રાજ્ય અખાત્રીજ પર્વની ઊજવણી કરી રહ્યું છે. જૈન ધર્મમાં પણ અખાત્રીજનું અનોખું મહત્વ છે. જે જૈનોએ વર્ષીતપ કર્યું હોય તેમને ઈક્ષુરસ અર્થાત શેરડીનો રસ પીવડાવીને પારણા કરાવવામાં આવે છે.
પાલીતાણામાં વર્ષીતપ કરી ચૂકેલા 600 તપસ્વીઓએ પારણા કર્યા હતા. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય મુનિ ભગવંતો અને સાધ્વી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તળેટી ખાતેના પારણા ધામમાં વર્ષીતપ આરાધકોને તેમના સગા સંબંધીઓએ પારણા કરાવ્યા હતા.
