Skip to main content
Settings Settings for Dark

વલસાડના ધરમપુર તાલુકામાં દિવાસા પર્વની નાળિયેર ફોડવાની રમત સાથે ઉત્સાહભેર ઉજવણી

Live TV

X
  • વલસાડના ધરમપુર તાલુકામાં દિવાસા પર્વની નાળિયેર ફોડવાની રમત સાથે ઉત્સાહભેર ઉજવણી

    દિવાસા પર્વ નિમિત્તે ધરમપુર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો, આદિવાસીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ધરમપુર શહેરમાં ઉમટી પડ્યા હતા. આ તહેવારને ખાસ કરીને નાળિયેરની ટપ્પા રમત રમીને લોકોએ ઉમંગભેર માણ્યો હતો.

    ધરમપુરના બજારફળિયા, સમડી ચોક અને ઝાંપાબજાર જેવા વિસ્તારોમાં માનવ મેદની ઉમટી પડી હતી અને નાળિયેરની રમતને ઉત્સાહભેર માણી હતી. આ રમતમાં યુવાનો પોતાના હાથમાં નાળિયેર પકડી રાખે છે અને બીજો યુવાન નાળિયેરથી પ્રહાર કરીને તેને ફોડી નાખે છે. જેનું નાળિયેર ફૂટી જાય, તેનું નાળિયેર વિજેતા લઈ લે છે.

    દિવાસાના દિવસે નારિયેળ ફોડવાની રમત દરમિયાન મોટી સંખ્યામાં લોકો બંને પક્ષોને જીતાડવા માટે જોરશોરથી ચીચીયારિઓ પાડીને ઉત્સાહ વધારી રહ્યા હતા. આ પરંપરાગત રમત ધરમપુરના દિવાસા પર્વની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ બની રહી છે, જે સમુદાયને આનંદમય ઉજવણીમાં એકસાથે લાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply