વલસાડ : મેઘરાજાના ધમાકેદર આગમનથી ખેડૂતોએ પોતાની વાવણી શરૂ કરી
Live TV
-
જિલ્લા માં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો માં આનંદ
અંકુર પટેલ વલસાડ : વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતવર્ગમાં આનંદ છવાઈ ગયો છે..છેલ્લા 4-5 દિવસોમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.જિલ્લાના ખેડૂતોએ અડદ,તુવેર,વાલ,નાગલી જેવા પાકોનું વાવેતર કરવાનું શરૂ કર્યુ છે..
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો માં આનંદ જોવા મળી રહ્યો છે જો કે વલસાડ જિલ્લાના કપરાડા તેમજ ધરમપુર તાલુકામાં મોટા ભાગ ના ખેડૂતો વરસાદ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા...વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક ના વરસાદ ની જો વાત કરવામાં આવે તો
વલસાડ----03 એમ.એમ.
પારડી------03 એમ.એમ.
વાપી-------15 એમ.એમ.
ઉમરગામ-- 06 એમ.એમ.
ધરમપુર----42 એમ.એમ.
કપરાડા ---- 02 એમ.એમ.તેમજ વલસાડ જીલ્લામાં સૌથી વધુ સીઝન નો કુલ વરસાદ તાલુકામાં જોઈએતો
ધરમપુર--------120 એમ.એમ.
કપરાડા-------- 113.એમ.એમ.નોંધાયો છે. આમ આ વર્ષે વહેલું ચોમાસુ શરૂ થતાં આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો હાલે નિયમિત વરસાદ શરૂ થવાના દિવસો નજીક આવતા તેઓએ વાવણીની શરૂઆત કરી દીધી છે...વલસાડ જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે આકાશી ખેતી પર નિર્ભર છે...જેથી ચોમાસા દરમ્યાન ખેતી કરી જીવનજરૂરી પાક મેળવી લે છે....હાલે તેઓએ નાગલી , ડાંગર તુવેર , અડદ જેવા પાકોનું વાવેતર કરી દીધું છે . ખેડૂતો વધુમાં જણાવે છે કે વરસાદ અનિયમિત રહેતો હોવાથી જે તક મળી તે સાચવી લઈ પાક લઈ લઈએ છીએ પછી ભલે આવનારા દિવસોમાં લાંબા સમય સુધી વરસાદ પડે, પરંતુ આવેલ તકને સાચવી લેવી જ રહી..
