વિદ્યાનગરમાં ટેકનીકલ મહોત્સવ કોગ્નાઈઝ ૨૦૧૯ યોજાયો
Live TV
-
કોગ્નાઇઝમાં રોબોટિક ઇવેન્ટ ધ રોબોરેસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી
ચારુસેટ સ્થિત ચંદુભાઈ એસ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી અને દેવાંગ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ખાતે રાષ્ટ્રીય સ્તરનો ટેકનીકલ મહોત્સવ કોગ્નાઈઝ ૨૦૧૯ યોજવામાં આવ્યો હતો. જેનો શુભારંભ કેળવણી મંડળના વાઈસ પ્રેસીડેન્ટ સી.એ.પટેલ, ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કોગ્નાઈઝ ૨૦૧૯માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ આમ પાંચ રાજ્યની ૨૦ યુનિવર્સીટીના ૧૫૦થી વધુ કોલેજોના 6૦૦૦થી વધારે ઈજનેરી અને અન્ય વિદ્યાશાખાના વિધાર્થીઓએ ભાગ લેવા આવતા હોય છે. કોગ્નાઇઝમાં રોબોટિક ઇવેન્ટ ધ રોબોરેસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલ કોગ્નાઈઝ દર વર્ષે સપ્ટેમબર મહિનામાં યોજાય છે અને રાજ્યના ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ ફેસ્ટીવલ લોકપ્રિય છે.
