વીરપુરના જલારામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટ્યા
Live TV
-
ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા ખીચડી અને બુંદી ગાંઠિયાઓનો પ્રસાદ આપવામાં આવે છે.તો વીરપુરમાં આવેલા જલારામ મંદિરની એક ખાસિયત છે કે અહીં કોઈ પણ પ્રકારની દાન સ્વીકારવામાં આવતું નથી.
આજે પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણિસમી જન્મ જયંતિ છે ત્યારે જલારામ બાપાની કર્મ ભૂમિ અને જન્મભૂમિ એવા વીરપુરમાં જલારામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટ્યા છે.સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી બાપાના દર્શન માટે ભક્તોને જમાવડો વિરપુરમાં જોવા મળી રહ્યો છે.જલા સંતથી જલારામ બનેલા જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ 7ના દિવસે ઉજવવામાં આવે છે.આજના દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે.જેમાં આવતા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા ખીચડી અને બુંદી ગાંઠિયાઓનો પ્રસાદ આપવામાં આવે છે.તો વીરપુરમાં આવેલા જલારામ મંદિરની એક ખાસિયત છે કે અહીં કોઈ પણ પ્રકારની દાન સ્વીકારવામાં આવતું નથી.વર્ષ 2000થી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી.આ દેશનું એક માત્ર મંદિર છે.આજે પણ મંદિરમાં પ્રતિદિન નિશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
