સાંબરડેરીએ પશુપાલકો માટે દુધના ફેટના ભાવમાં કર્યો વધારો
Live TV
-
સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીની બોર્ડ મિટીંગમાં પશુ પાલકો માટે દુધના ભાવમાં વધારો કરવાની સાથોસાથ પશુપાલકો માટે ખાણ દાણમાં પણ વધારો કરાયો હતો. નવા નિમાયેલા બોર્ડ ડિરેક્ટરોએ કિલો ફેટે ગાયના 10 રૂપિયા અને ભેંસના દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરી સાબરદાણ સહિત મકાઈ ભરડો અને ઘીના ભાવમાં પણ વધારો કર્યો હતો. આ પહેલા ગાયના દુધના કિલો ફેટે 263 રૂપિયા હતા જે આગામી 1 મે થી રૂપિયા 273 ચુકવાશે. તેમજ પશુપાલકોને ભેંસના દુધના કિલો ફેટે 610 રૂપિયા ચુકવાતા હતા. તે હવે આગામી 1મેથી રૂપિયા 630ના ભાવ મુજબ ચુકવવા માટે નિર્ણય કરાયો છે. સાથોસાથ સાબર દાણમાં પ્રતિ બોરીએ રૂપિયા 100નો વધારો કરાયો છે, તેમજ મકાઈ ભરડામાં રૂપિયા 200 તેમજ અમુલ ઘીના ભાવમાં રૂપિયા 10નો વધારો ઝીંકાયો છે. આ મુદ્દે સાબર ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે કોમોડીટી માર્કેટ વધતા આ ભાવ વધારો કરાયો છે
