સુરતના વેપારીને સાડા નવ કલાક વીડિયો કોલ ચાલુ રખાવી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ 23.30 લાખ પડાવ્યા
Live TV
-
સુરતમાં કેમિકલ વેપારીને સાડા નવ કલાક વીડિયો કોલ ચાલુ રખાવી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ 23.30 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સાયબર માફિયાઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપીને 58 વર્ષીય વેપારી રમેશભાઇને ફેડેક્સના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. ત્યાર બાદ અન્ય વ્યક્તિએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી, આધારકાર્ડ સહિતની વિગતો માંગી હતી. સાયબર માફિયાઓએ એમ કહ્યું હતું કે તમે પોલીસ ઇન્ટ્રોગેશનમાં છો એમ કહીને વીડિયો કોલ સતત સાડા નવ કલાક સુધી ચાલુ રખાવ્યો હતો અને 23. 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
જોકે, વીડિયોકોલ કટ થયા બાદ રમેશભાઈને શંકા જતા તેમણે કુરિયર કંપનીમાં તપાસ કરી તો ટ્રેકિંગ આઈડી શરૂઆતમાં જે આપ્યું હતું તે ખોટું હતું. આથી તેમને જાણ થઈ હતી કે તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. આ તમામ વિગતોને આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો.