સોમનાથમાં પ્રવાસીઓનો ભારે ધસારો
Live TV
-
લોકો દરિયા કિનારે ફૂકાતાં ઠંડા પવનની મજા માણી
સમગ્ર રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે પ્રવાસીઓ બીચ પર જઈ રહ્યા છે. ત્યારે સોમનાથમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યારે અધિક માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે લોકો દરિયા કિનારે ફૂકાતાં ઠંડા પવનની મજા માણે છે. દરિયામાં સ્નાન કરીને ગરમીમાં રાહતની અનુભૂતિ કરે છે. લોકો ભગવાન સોમનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથમાં દિવસ દરમિયાન મહદઅંશે તાપમાન 32થી 35 ડિગ્રી રહે છે.
