GPSCમાં વર્ગ-1 અને 2ની કુલ 1774 જગ્યા માટે ભરતીની કરાઇ જાહેરાત
Live TV
-
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની વર્ગ એક અને વર્ગ બે ની કુલ એક હજાર 774 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષા આપી શકે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની વર્ગ એક અને વર્ગ બે ની કુલ એક હજાર 774 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષા આપી શકે છે. GPSC દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15 , નાયબ પોલીસ અધિક્ષકની કુલ 20, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 02, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-1ની કુલ 01, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ 02 એમ વિવિધ જાહેરાતો બહાર પાડવામાં આવી છે. કલાસ 1અને 2 માટેની 97 જગ્યા માટેની પ્રિલીમનરી પરીક્ષા 13 ઓકટોબરે અને મેઈન પરીક્ષા 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, 2020 માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈ માં થશે અને આખરી પરિણામ 15 જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે. પરીક્ષા વિશેની વધુ વિગતો gpsc.gujarat.gov.in પર મેળવી શકાશે.
