Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ICAIની CA ફાઉન્ડેશનની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે | DD News Skip to main content
Settings Settings for Dark

ICAIની CA ફાઉન્ડેશનની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે

Live TV

X
  • CA ફાઉન્ડેશનની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશન કોર્સની જૂન 2024 સત્ર માટેની પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ કાર્ડ બહાર પાડ્યા છે. CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ આજથી ડાઉનલોડ કરી શકીશું. એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ icai.org પરથી કરી શકાશે. 

    ICAIની CA ફાઉન્ડેશનની જૂન 2024ની પરીક્ષાના કોલ લેટર સત્તાવાર વેબસાઇટ icai.org પરથી કરી શકાશે. વિદ્યાર્થીઓએ આ વેબસાઇટના વિદ્યાર્થી વિભાગમાં આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નવા પેજ પર વિદ્યાર્થીઓએ તેમનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. આ પછી, વિદ્યાર્થીઓ સ્ક્રીન પર તેમનું એડમિટ કાર્ડ (ICAI CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ 2024) જોઈ શકશે. તેની પ્રિન્ટ લીધા બાદ વિદ્યાર્થીઓએ સોફ્ટ કોપી પણ સાચવવી જોઈએ

    વિદ્યાર્થીઓએ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તેની વિગતો (નામ, માતા/પિતાનું નામ, જન્મ તારીખ, ફોટો વગેરે) તપાસવી જોઈએ. જો આમાં કોઈ ભૂલ હોય, તો તમારે સુધારણા માટે શક્ય તેટલી વહેલી તકે ICAIની વિદ્યાર્થી હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ.

    અગાઉ ICAIએ CA ફાઉન્ડેશન જૂન 2024ની પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા ટાઈમ ટેબલ મુજબ, ફાઉન્ડેશન કોર્સની પરીક્ષાઓ 20, 22, 24 અને 26 જૂન 2024ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં બેસવા માટેના વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ (ICAI CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ 2024) આજે બહાર પાડવામાં આવ્યા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply