Skip to main content
Settings Settings for Dark

ISROનું વર્ષનું પ્રથમ ધમાકેદાર મિશન

Live TV

X
  • ISROનું વર્ષનું પ્રથમ ધમાકેદાર મિશન: PSLV-C62 દ્વારા 'અન્વેષા' સહિત 19 ઉપગ્રહો આજે અવકાશમાં ગુંજશે

    ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) આજે વર્ષ 2026 ના તેના પ્રથમ મિશન PSLV-C62 ને લોન્ચ કરવા માટે સજ્જ છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ ઐતિહાસિક ઉડાન ભરવામાં આવશે, જેના માટે 22.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે.

    ભારતની બાજ નજર: 'અન્વેષા' સેટેલાઇટ

    આ મિશનનું મુખ્ય આકર્ષણ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1 છે, જેને ‘અન્વેષા’ નામ આપવામાં આવ્યું છે. આ સેટેલાઇટ અત્યાધુનિક સર્વેલાન્સ ક્ષમતા ધરાવે છે. તે અવકાશમાંથી પૃથ્વી પર નજર રાખી ભારતની સુરક્ષા અને નિરીક્ષણ શક્તિમાં અનેકગણો વધારો કરશે.

    વિદ્યાર્થીઓની અદભૂત સિદ્ધિ: 'ક્યુબસેટ'

    આ મિશન માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ છે. PSLV-C62 હૈદરાબાદની શાળાના 17 તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 'ક્યુબસેટ' (CubeSat) ઉપગ્રહને પણ તેની સાથે અવકાશમાં લઈ જશે. આ સિદ્ધિ ભારતના યુવા વૈજ્ઞાનિકોના કૌશલ્યનું પ્રમાણ આપે છે.
     
    ક્યાં નિહાળી શકાશે લાઈવ પ્રસારણ?

    લોન્ચિંગની આ રોમાંચક ક્ષણોને નિહાળવા માટે ઈસરો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશવાસીઓ ISROના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને તેની વેબસાઇટ પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોઈ શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply