અમદાવાદમાં ફરી ગુજરાત ટાઈટન્સનો વિજય, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું
Live TV
-
અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટે વિજય થયો છે. હૈદરાબાદના 163 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે 3 વિકેટના નુકસાને પાર કરીને જીત મેળવી છે.
મોહિત શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ સાઇ સુદર્શન (45)અને ડેવિડ મિલરની (અણનમ 44 )ઉપયોગી બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે આ સિઝનમાં બીજો વિજય મેળવ્યો છે. જ્યારે હૈદરાબાદનો બીજો પરાજય થયો છે.
