આજથી ડુરંડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું 131મું સત્ર શરૂ થશે, ટુર્નામેન્ટમાં 20 ટીમ શામેલ થશે
Live TV
-
આજે સાંજે સાત વાગ્યે કલકત્તાના વિવેકાનંદ યુવા ભારતી મેદાનમાં એફ. સી. ગોવા અને મોહમ્મડન સ્પોર્ટિગ ક્લબ વચ્ચે મેચ
આજથી ડુરંડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું 131મું સત્ર શરૂ થશે. ગૃપ એમાં આજે સાંજે સાત વાગ્યે કલકત્તાના વિવેકાનંદ યુવા ભારતી મેદાનમાં એફ. સી. ગોવા અને મોહમ્મડન સ્પોર્ટિગ ક્લબ વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમ શામેલ થશે. તમામ ટીમને પાંચ પાંચના ગૃપમાં એમ કુલ 4 ગૃપમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલી વાર પશ્ચિમ બંગાળ, આસામ અને મણિપુરના અનેક શહેરોમાં ડુરંડ કપનું આયોજન કરવામાં આવશે.
