આણંદ: 17મી નેશનલ પેરા ઓલિમ્પિક્સમાં ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કરતી પીપળાવની વેદાંશી
Live TV
-
હાલમાં સમગ્ર વિશ્વ સહિત દેશમાં ઓલમ્પિકનો માહોલ ચાલી રહ્યો છે ભારતના કેટલાક રમતવીરોએ વિવિધ મેડલો મેળવી દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે આણંદ જિલ્લાના આશાપુરી માતાના ધામ પીપળાવની દિવ્યાંગ દીકરી 'વેદાંશી' એ બિહારના પટના ખાતે યોજાયેલ 17મી નેશનલ લેવલ પેરા ઓલિમ્પિક્સ 2021 ત્રણ ગોલ્ડ મેડલો મેળવી ગુજરાત સહિત વતન પીપળાવને અનોખું ગૌરવ અપાવ્યું છે.
આણંદ જિલ્લામાં આશાપુરી માતાના ધામ તરીકે પ્રસિદ્ધ પીપળાવ ખાતે રહેતી ૧૯ વર્ષીય વેદાંશી પ્રફુલભાઇ પટેલ જન્મથી જ સેરેબ્લ પાલ્સી (cp) નામની પીડા સાથે જન્મી હતી. પરંતુ કહેવાય છે ને કે કુદરત કાંઈ છીનવે તો કંઈક આપી પણ દે છે. તેવી જ રીતે કુદરતે વેદાંશીને રમત ગમતમાં નિપુણતાની અનોખી શક્તિ આપી તેને ખાસ બનાવી દીધી. જન્મથી વેદાંશી કોઈ પણ જાતના ટેકા સિવાય પોતાના પગ ઉપર ઊભી રહી શકતી નથી.પરંતુ તેના પરિવારના વહાલ અને પ્રોત્સાહનના ટેકાથી આજે રમત વીરાંગના બની ચૂકી છે જે આજની યુવાપેઢી માટે ઉદાહરણ સ્વરૂપ બની છે. સાથે સાથે વિકલાંગતાનું કલંક તેને ભૂંસી નાખી અનોખી મહિલા સશક્તિકરણનું પણ ઉદાહરણ બની ચૂકી છે. સમગ્ર દિવ્યાંગો માટે પણ પ્રેરણાદાયી છે. બિહારમાં વેદાશીએ ભાલા ફેક, ચક્ર ફેક,ગોળા ફેક, ત્રણ રમતોમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર આણંદ જિલ્લા સહિત દેશ અને રાજ્યમાં અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
