આર્યલેન્ડ: તિરંદાજી વિશ્વ ચેમ્પીયનશીપમાં ભારતીય તિંરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું
Live TV
-
પ્રિયાંશ અને અવનીતકૌરની જોડીએ જુનિયર મિક્સની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે.
આર્યલેન્ડના લાયમરિકમાં આયોજિત તિરંદાજી વિશ્વ ચેમ્પીયનશીપમાં ભારતીય તિંરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મિશ્રિત તીર કંપાઉન્ડ સ્પર્ધામાં પ્રિયાંશ અને અવનીત કૌરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ઇઝરાયલના ખેલાડીઓને હરાવીને પ્રિયાંશ અને અવનીતકૌરની જોડીએ જુનિયર મિક્સની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. તો મિશ્રિત તીર કંપાઉન્ડ સ્પર્ધામાં માનવ અને ઐશ્વર્યા શર્માએ બ્રોન્ઝ મેડલ જીતીને મેક્સિકોના ખેલાડીઓને હરાવ્યા હતા. મહત્વનું છે કે, 3 થી 9 જુલાઇ સુધી તિરંદાજી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે.
