ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 398 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું
Live TV
-
અફઘાનિસ્તાન હજી સુધી વિશ્વકપમાં એક પણ મેચ જીતી નથી
વિશ્વકપમાં આજે માન્ચેસ્ટરમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે જેમાં ઇંગ્લેન્ડના સૂકાની ઇયોન મોર્ગને તોફાની બેટિંગ કરતાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડની ટીમે 6 વિકેટના નુકસાને 397 રનનો જંગી સ્કોર ખડક્યો હતો અને અફઘાનિસ્તાનને 398 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. યજમાન ઇંગ્લેન્ડ પોતાની જીતની સફરને આગળ ધપાવવા મક્કમ છે તો અફઘાનિસ્તાનની ટીમ પણ પોતાની પ્રથમ જીત માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે.
