ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન બૉબ વિલિસનું નિધન, ટીમ શોકગ્રસ્ત
Live TV
-
1982થી 1984 સુધી ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન રહેલા ઝડપી બોલર બૉબ વિલિસનું બુધવારે નિધન થયું છે. વિલિસ કેન્સરથી પીડિત હતા.
તેમના નિધનથી ઈંગ્લેન્ડ ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. બૉબ વિલિસ 70 વર્ષના હતા અને કેન્સરગ્રસ્ત સમસ્યાથી પીડિત હતા. 4 ડિસેમ્બરની સાંજે તેમનું નિધન થયું છે. પોતાના સમયે તેઓ ઝડપી બોલર ગણાતા અને 1981ની એશિઝ સિરીઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 વિકેટ લઈને યાદગાર પ્રદર્શન કર્યું હતું.
