Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ 2023: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Live TV

X
  • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મુકાબલો થશે. બંને પાડોશી દેશો વચ્ચેની આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. 

    આ વર્ષે આ ટુર્નામેન્ટ વન ડે ફોર્મેટમાં રમાઈ રહી છે. આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટને વનડે ફોર્મેટમાં રાખવામાં આવી છે.  બંને ટીમો ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં અને પાંચ વર્ષ પછી એશિયા કપ ODIમાં ટકરાશે. 

    2018માં એશિયા કપ ODIમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતા, જ્યારે ODIમાં બંને 2019 વર્લ્ડ કપ દરમિયાન સામસામે હતા. મહત્વનું છે કે પાકિસ્તાને આ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાલ વિરુદ્ધ 238 રન સાથે જીત હાંસલ કરી હતી. 

    એશિયા કપ માટે ભારતની ટીમ

    રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, સૂર્યકુમાર કૃષ્ણ યાદવ, પ્રસિદ્ધ સિંહ , તિલક વર્મા.

    એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ

    ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, ફહીમ અશરફ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ વસીમ જુનિયર. , અબ્દુલ્લા શફીક, સઈદ શકીલ, ઉસામા મીર.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply