ઑલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ભાવેશ પટેલની નિમણૂક
Live TV
-
તાજેતરમાં જ પ્રથમ વખત ઑનલાઈન યોજાયેલ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનની ચૂંટણીમાં અજયભાઈ પટેલની પેનલનો વિજય થયો છે અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સીઈઓ ભાવેશ પટેલની ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા છે.
ભાવેશ પટેલની આગેવાનીમાં અને તેમની ચેસની રમત પ્રત્યેના લગાવના પરિણામે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ગ્રાન્ડ માસ્ટર્સ ઈન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટનું પણ સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. ભાવેશભાઈ પટેલનું ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
