Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક માટે મે મહિનાના અંતમાં નેશનલ કેમ્પ શરૂ કરવાનુ આયોજન, ખેલ મંત્રી કિરણ રિજીજુની જાહેરાત

Live TV

X
  • ઓલમ્પિક માટે ક્લાલિફાય થયેલા ખેલાડીઓને છુટ મળશે, કોરોના અને રમત : ધ ચૈમ્પિયન્સ સ્પીક ને સંબોધન કરતા કેન્દ્રીય રમતગમત મંત્રી

    ટોકિયો ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા ખેલાડીઓ માટેના નેશનલ કેમ્પનું આયોજન મે મહિનાના અંતથી થાય તેવા પ્રયાસો ભારતીય ખેલ મંત્રાયલ કરી રહ્યું છે. ખેલમંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે, હાલ તો અમારું ધ્યાન ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા રમતવીરો પર છે. જ્યારે બાકીના રમતવીરોએ નેશનલ કેમ્પ તેમજ અન્ય એક્ટિવીટી માટે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. રિજીજુએ ઊમેર્યું કે, કોરોનાના કારણે લોકડાઉનને તારીખ ૧૭મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ કારણે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટર્સ ખાતે ટ્રેનિંગ કેમ્પ શરૃ કરવા અંગેની ડેડલાઈન પણ લંબાવવી પડી છે. હવે કેમ્પ જુદા-જુદા તબક્કામાં શરૃ થશે. પ્રથમ અમે એનઆઇએસ પટિયાલા અને બેંગાલુરુનું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ  ઈન્ડિયાનું સેન્ટર શરૃ કરીશું. જ્યાં હાલમાં ખેલાડીઓ છે. આ મહિનાના અંત સુધીમાં તો ખેલાડીઓની પ્રેક્ટિસ આ બે સેન્ટરો પર શરૃ થઈ જશે. આ કેમ્પ માત્ર એવા જ ખેલાડીઓ માટે શરૃ થશે કે જેઓ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ચૂક્યા છે
    અથવા તો ઓલિમ્પિક ક્વોલિફાયર્સની તૈયારી કરી રહ્યા છે. ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમે કેટલીક શરતોની સાથે ખેલાડીઓને છૂટછાટ આપીશુ. કોરોના મહામારી ફેલાતા માર્ચના મધ્યમાં જ તમામ રમતોના કેમ્પને સ્થગિત કરવામાં આવ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply