કતારમાં ફૂટબોલ વિશ્વકપમાં નેધરલેન્ડ અને સેનેગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા
Live TV
-
નેધરલેન્ડે કતારને 2-0થી હરાવ્યું હતું.
કતારમાં ફૂટબોલ વિશ્વકપમાં ગૃપ-એ માં નેધરલેન્ડ અને સેનેગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. 29 નવેમ્બરના રોજ નેધરલેન્ડે કતારને 2-0થી હરાવ્યું હતું. વિજેતા ટીમ માટે કોડી ગેટવેએ 26મી મિનિટે, જ્યારે ફ્રેન્કી ડીયોને 49મી મિનિટે ગોલ કર્યો હતો. ગેટવે ટીમ માટે દરેક મેચમાં પ્રથમ ગોલ કરનાર બીજાક્રમના ખેલાડી બન્યાં છે. આ અગાઉ ઇટલીના એલેકઝેન્ડ્રો એલ્ટોવેલીએ 1986માં મેક્સીકો વિશ્વકપમાં આ સિદ્ધિ મેળવી હતી. સેનેગલે ઇક્વાડોરને 2-1થી હરાવીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2002 બાદ સેનેગલ પ્રથમ વખત નોક-આઉટમાં પહોંચ્યું છે. ગૃપ-એમાં નેધરલેન્ડ સાત પોઇન્ટ સાથે ટોચ પર રહ્યું છે. સેનેગલ છ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ - અમેરીકાથી જ્યારે સેનેગલ ઇંગ્લેન્ડ ટીમ સામે ટકરાશે. ગૃપ-બીમાં ઇંગ્લેન્ડે વેલ્સને 3-0થી હરાવીને સાત પોઇન્ટ સાથે ગૃપમાં ટોચ પર પહોંચ્યુ છે. અમેરીકાએ ઇરાનને 1-0થી હરાવ્યું હતું, તે પાંચ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે.
