કિંગ ઈઝ બેક: વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બન્યો
Live TV
-
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને વનડે ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. બુધવારે જાહેર થયેલી નવીનતમ ICC મેન્સ વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્માને પછાડીને વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. જુલાઈ 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોહલી રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે.

વડોદરા વનડેમાં શાનદાર પ્રદર્શન ફળ્યું
ન્યૂઝીલેન્ડ સામે વડોદરામાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટે 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે તે રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ રોહિત શર્મા બે સ્થાન નીચે ખસીને હવે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી જ કોહલી અદભૂત ફોર્મમાં છે, તેણે તેની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 74*, 135, 102, 65* અને 93 રન બનાવ્યા છે.
ડેરીલ મિશેલ બીજા ક્રમે, મોહમ્મદ સિરાજને પણ ફાયદો
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ ભારત સામેની પ્રથમ વનડેમાં 84 રનની ઇનિંગ બાદ બીજા સ્થાને પહોંચી ગયો છે. બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ભારતના મોહમ્મદ સિરાજે પાંચ સ્થાનની છલાંગ લગાવીને 15મું સ્થાન મેળવ્યું છે. કાઈલ જેમીસન 27 સ્થાનના ફાયદા સાથે અર્શદીપ સિંહની સાથે 69માં સ્થાને પહોંચ્યો છે.
ટેસ્ટ અને T20 રેન્કિંગમાં મોટા ફેરફારો
-
ટેસ્ટ રેન્કિંગ: એશેઝ સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ સાત સ્થાનના ઉછાળા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. જેકબ બેથેલ 25 સ્થાન ચઢીને 52માં સ્થાને પહોંચ્યો છે.
-
T20 રેન્કિંગ: શ્રીલંકાના વાનિન્દુ હસરંગા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. પાકિસ્તાનનો સલમાન મિર્ઝા 16 સ્થાનના ફાયદા સાથે 19માં ક્રમે પહોંચ્યો છે.
વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે, જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની વાત છે.
-