ગુજરાત સામે 89 રને હાર્યા બાદ કેપ્ટન ઋતુરાજને 24 લાખ અને ખેલાડીઓને 6 લાખનો દંડ!
Live TV
-
આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી મેચમાં ૮૯ રને શરમજનક હારનો સામનો કર્યા બાદ, હવે સ્લો ઓવર રેટ (ધીમી ઓવર ગતિ) બદલ સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર ૨૪ લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ ૨૦२૬માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી મેચમાં ૮૯ રને શરમજનક હારનો સામનો કર્યા બાદ, હવે સ્લો ઓવર રેટ (ધીમી ઓવર ગતિ) બદલ સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર ₹૨૪ લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ ૨૦२૬માં આ બીજી વખત બન્યું છે જ્યારે સીએસકેની ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ૨૦ ઓવર ફેંકવામાં નિષ્ફળ રહી હોય. આથી આઈપીએલ કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ ૨.૨૨ અંતર્ગત માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ બાકીના તમામ ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયર પર પણ ₹૬ લાખ અથવા તેમની મેચ ફીના ૨૫ ટકાનો દંડ લગાવવામાં આવ્યો છે.
ગુજરાત ટાઇટન્સનો રન-ધમાકો: સુદર્શન, ગિલ અને બટલરની શાનદાર બેટિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૨૯ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.ઓપનિંગ પાર્ટનરશિપ: સાઈ સુદર્શન અને શુભમન ગિલે તોફાની બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે માત્ર ૧૨.૨ ઓવરમાં ૧૨૫ રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી.
મુખ્ય સ્કોરર: સાઈ સુદર્શને ૫૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૮૪ રનની દમદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન શુભમન ગિલે ૩૭ બોલમાં ૬૪ રન (૭ ચોગ્ગા, ૩ છગ્ગા) અને જોસ બટલરે માત્ર ૨૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને પાવરફુલ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું.
સીએસકેની બેટિંગ લાઇન-અપ પત્તાની જેમ વિખેરાઈ, સફર સમાપ્ત
૨૩૦ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ દબાણ સામે ઝૂકી ગઈ હતી અને આખી ટીમ માત્ર ૧૪૦ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન અને ઉર્વિલ પટેલ શૂન્ય રને આઉટ થયા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર ૧૬ રન બનાવી શક્યો હતો, જ્યારે મેથ્યુ શોર્ટ ૨૪ રન અને કાર્તિક શર્મા ૧૯ રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. ડેવાલ્ડ બ્રેવિસ પણ માત્ર ૮ રન જ બનાવી શક્યો હતો. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ ૧૭ બોલમાં ૪૭ રનની આક્રમક ઇનિંગ રમીને થોડી લડત આપી હતી, પરંતુ બીજા છેડેથી કોઈ બેટ્સમેનનો સાથ ન મળતા સીએસકેને ૮૯ રને મોટી હાર ખમવી પડી હતી. આ હારની સાથે જ આઈપીએલ ૨૦२૬માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફરનો પણ અંત આવી ગયો છે.
