Skip to main content
Settings Settings for Dark

ચીન ખાતે એશિયન પેરા ગેમ્સમાં 6 ગુજરાતી ખેલાડીઓએ 9 મેડલ મેળવીને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ

Live TV

X
  • પેરા એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનીસ, પેરા બેડમિન્ટન, પેરા પાવર લિફટીંગ, પેરા ચેસ, પેરા સાયકલીંગ અને બ્લાઇન્ડ ફૂટબોલ સહિતની રમતોમાં ગુજરાતના 19 ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું

    ચીનના હાંગઝોઉ ખાતે 20 થી 28 ઓક્ટોબર દરમિયાન એશિયન પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પેરા એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનીસ, પેરા બેડમિન્ટન, પેરા પાવર લિફટીંગ, પેરા ચેસ, પેરા સાયકલીંગ અને બ્લાઇન્ડ ફૂટબોલ સહિતની રમતોમાં ગુજરાતના 19 ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

    આ અગાઉ સાઉથ કોરીયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2014માં ગુજરાતના 3 ખેલાડીઓ અને એશીયન પેરા ગેમ્સ 2018માં ગુજરાતના 9 ખેલાડીઓએ ભારતનુંપ્રતિનિધિત્વ કર્યું હતું. આમ, ઉત્તરોતર ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ
    રાજ્ય તથા રાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં વિવિધ રમતોના 6 ખેલાડીઓએ 9 મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે.

    જેમાં ભાવીનાબેન પટેલે પેરા ટેબલ ટેનીસમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, દર્પણ ઇનાનીએ ચેસ રમતમાં રેપીડ- સીંગલ્સ અને રેપીડ-ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ, હિંમાંશી રાઠીએ ચેસમાં સ્ટાડર્ડ-સીંગલ્સ અને સ્ટાડર્ડ-ટીમ એમ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ, નિમિષા સુરેશ સી. એ એથ્લેટીકસમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ, રચના પટેલે બેડમિન્ટન રમતમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ, અશ્વિન મકવાણાએ ચેસ રેપીડ- સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ અને રેપીડ-ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું. 

    એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનારા અન્ય ખેલાડીઓમાં સોનલબેન પટેલ, જસવંત ચૌધરી, પારૂલબેન પરમાર, રામસીંગ પઢીયાર, અજીતકુમાર પંચાલ, રાકેશ ભટ્ટ, મિત પટેલ, જગદીશ પરમાર, ખોડાજી દાનાજી ઠાકોર, ભાવના અજબાજી ચૌધરી, રામુભાઇ બાંભવા, ગીતાબેન રાવ,વિષ્ણુભા તેજુભા વાઘેલા વગેરેએ પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply