Skip to main content
Settings Settings for Dark

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રૂપ સ્ટેજની સૌથી મોટી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે

Live TV

X
  • ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રૂપ સ્ટેજની સૌથી મોટી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતનો બીજો મુકાબલો છે; ટીમે પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાન પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. એટલે જો પાકિસ્તાનની ટીમ આજે હારી જાય છે, તો તે લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

    2017માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારત અને પાકિસ્તાનની ટીમ બે વાર ટકરાઈ હતી. ભારતે ગ્રૂપ સ્ટેજમાં જીત મેળવી હતી, જ્યારે ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

    મેચ ડિટેઇલ્સ, પાંચમી મેચ IND Vs PAK તારીખ: 23 ફેબ્રુઆરી સ્ટેડિયમ: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સમય: ટૉસ- બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ- બપોરે 2:30 વાગ્યે

    ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન આગળ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 135 વન-ડે મેચ રમાઈ છે. પાકિસ્તાને 73 મેચ જીતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ 57 મેચ જીતી. 5 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

    ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ 5 વખત એકબીજા સામે ટકરાઈ છે. આમાં પાકિસ્તાનની ટીમ 3 વખત અને ભારત 2 વખત જીત્યું છે. આમાં પાછલી ફાઈનલનો પણ સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply