જાપાનના PM શિંજો આબેએ કહ્યું: આગામી વર્ષે પણ સ્થિતિ સામાન્ય ન હોય તો ઓલમ્પિકનું આયોજન મુશ્કેલ
Live TV
-
કોરોના વાયરસે દુનિયાભરમાં કોહરામ મચાવ્યો છે ત્યારે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ બુધવારે જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતિને જોતા ઓલમ્પિકનું આયોજન કરવાનું મુશ્કેલ છે.કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે યોજનાર ઓલમ્પિક ખેલને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યાં છે.
આ મુદ્દે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ જણાવ્યું કે જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો આવતા વર્ષે પણ ઓલમ્પિકનું આયોજન કરવું મુશ્કેલ છે. નોંધનિય છે કે આ વર્ષે ટોકિયોમાં ઓલમ્પિકનું આયોજન થવાનું હતું જો કે કોરોનાની મહામારીના કારણે ટોકિયોમાં યોજનાર ઓલમ્પિકનું આયોજન મુલતવી રખાયું છે.
