Skip to main content
Settings Settings for Dark

ટી20 વર્લ્ડ કપ 2026 : ભારત નામીબિયાને 93 રનથી હરાવી ગ્રુપ-એમાં પ્રથમ ક્રમે

Live TV

X
  • ટી20 વર્લ્ડ કપ 2026ના 18મા મુકાબલામાં ભારતીય ટીમે નામીબિયા સામે શાનદાર પ્રદર્શન કરીને 93 રનથી ભવ્ય જીત નોંધાવી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-એની પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે

    ટી20 વર્લ્ડ કપ 2026ના 18મા મુકાબલામાં ભારતીય ટીમે નામીબિયા સામે શાનદાર પ્રદર્શન કરીને 93 રનથી ભવ્ય જીત નોંધાવી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-એની પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતે સતત બીજી જીત મેળવી છે અને તેનું નેટ રન રેટ +3.050 સુધી પહોંચી ગયું છે. ગ્રુપમાં પાકિસ્તાન બીજા સ્થાને, જ્યારે નેધરલેન્ડ ત્રીજા, યુએસએ ચોથા અને નામીબિયા પાંચમા સ્થાને છે.

    અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા. ભારતને શરૂઆતમાં જ સંજુ સેમસન (22)ના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને તિલક વર્માએ 31 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

    ઈશાન કિશને 24 બોલમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી ધમાકેદાર 61 રન બનાવ્યા, જ્યારે તિલક વર્માએ 21 બોલમાં 25 રન નોંધાવ્યા. 124 રન સુધી ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ 39 બોલમાં 81 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 200 પાર પહોંચાડ્યો.

    હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 52 રનની તોફાની ઇનિંગ્સ રમી. શિવમ દુબેએ 23 રનનું યોગદાન આપ્યું. નામીબિયાની તરફથી ગેરહાર્ડ ઇરાસમસે સૌથી વધુ 4 વિકેટ ઝડપી, જ્યારે બેન શિકોંગો, જેજે સ્મટ્સ અને બર્નાર્ડ શોલ્ટ્ઝને એક-એક વિકેટ મળી.

    209 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નામીબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રનમાં જ સમેટાઈ ગઈ. ટીમ માટે લોરેન સ્ટીનકેમ્પે સૌથી વધુ 29 રન બનાવ્યા, જ્યારે જાન ફ્રિલિંકે 22 રન નોંધાવ્યા.ભારત તરફથી વર્ણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરીને 7 રન આપી 3 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે-બે વિકેટ મેળવી, જ્યારે અર્શદીપ સિંહ, શિવમ દુબે અને જસપ્રિત બુમરાહને એક-એક સફળતા મળી.

    આ જીત સાથે ભારતીય ટીમે ગ્રુપ-એમાં મજબૂત દાવેદારી નોંધાવી છે અને આગામી મેચો માટે આત્મવિશ્વાસ વધાર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply