ડાંગના કુમારબંધ ગામના મુરલી ગાવિતે 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં જિલ્લાનું નામ રોશન કર્યું
Live TV
-
ડાંગ જિલ્લામાં આવેલા વઘઈ તાલુકાના કુમારબંધ ગામના આદિવાસી મુરલી ગાવિતે સતત 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું
ડાંગ જિલ્લામાં આવેલા વઘઈ તાલુકાના કુમારબંધ ગામના આદિવાસી મુરલી ગાવિતે સતત 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રમાઈ રહેલી 58મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2018ની 5 હજાર મીટર દોડમાં ડાંગના મુરલી ગાંવિતે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે..તો આ પહેલા મુરલી ગાંવિતે 10 હજાર મેટરમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો રાજ્યના છેવાડાના વિસ્તારમાં રહેતા મુરલીને ડાંગ એક્સપ્રેસના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. નેશનલ ગેમ્સમાં સૌથી ઓછા સમયમાં 10 હજાર મીટરની દોડ પૂરી કરનાર મુરલી બીજો ખેલાડી બન્યો છે.
