Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ત્રીજી વન-ડેમાં ભારતની જીત; ભારતે ત્રણેય શ્રેણીમાં ઇંગ્લેન્ડને આપી મ્હાત | DD News Skip to main content
Settings Settings for Dark

ત્રીજી વન-ડેમાં ભારતની જીત; ભારતે ત્રણેય શ્રેણીમાં ઇંગ્લેન્ડને આપી મ્હાત

Live TV

X
  • ગઈકાલે પુનામાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન ડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યુ હતુ. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની આ શ્રેણી 2-1 નાં અંક જીતી પોતાના નામે કરી છે. ભારત પોતાના ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત 6ઠ્ઠી શ્રેણી જીત્યુ છે. ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને ભારતની ટીમને બેટીંગ માટે આમંત્રીત કરી હતી, જેથી ભારતીય ટીમે પહેલી બેટીંગ કરીને 48.3 ઓવરમાં 329 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમનાં ખેલાડી રીષભ પંત અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. જયારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 322 રન કરી શકી હતી. આ મેચમાં  ઈંગ્લેન્ડનાં સેમ કરનને સૌથી વધુ 95 રન બનાવ્યા હતા જેથી તેને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો અને જોની બેયરસ્ટોને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. ભારત ટીમનાં શાર્દુલ ઠાકુરે આ મેચમાં 4 તેમજ ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી. ભારતે આ પહેલા યોજાયેલી ટેસ્ટ સિરીઝ અને ટી-20 સિરીઝમાં પણ ઈંગ્લેન્ડને મ્હાત આપી હતી ત્યારે હવે વન-ડે સિરીઝમાં પણ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ત્રણેય શ્રેણીમાં મ્હાત આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
apply