Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજે બીજો દિવસ 

Live TV

X
  • આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે વિરાટ કોહલી 27 રન બનાવી આઉટ થયો હતો. આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો છે. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

    અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. આ સાથે  અક્ષર ભારત માટે ડે-નાઈટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લેનારો પહેલો સ્પિનર બની ગયો છે. તેની સાથે જ પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટમાં એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો બીજો સ્પિનર બની ગયો છે. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply