નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું
Live TV
-
નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ નવી સિઝનની શરૂઆત ગોલ્ડ મેડલ જીતીને કરી છે. નીરજ ચોપરાએ ગઈકાલે દોહા ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો રહ્યો હતો. જેકોબ વાડલેજ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. એન્ડરસન પીટર્સે ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાંનીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
ભારતીય સ્ટાર એથ્લેટનો પ્રથમ થ્રો જ 88.67 મીટર હતો. જે સાથે સાથે નીરજે 6માંથી પ્રથમ થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે પછીના 5 થ્રોમાં આ આંકડો પાર કરી શક્યો ન હતો. નીરજનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો 86.52 મીટર રહ્યો હતો. જે છેલ્લા પ્રયાસમાં આવ્યો હતો. આ રીતે નીરજે દોહામાં ‘વર્લ્ડ લીડિંગ’ પદ હાંસલ કર્યું. તેના પછી બીજા નંબરે ચેક રિપબ્લિકનો જેકોબ વેડલીચ હતો, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.63 મીટર હતો.
વર્ષના બાકીના મહિનામાં વિશ્વભરના વિવિધ શહેરોમાં ડાયમંડ લીગના વધુ રાઉન્ડ યોજાશે. ડિસેમ્બરમાં યુજેનમાં ફાઇનલ થશે. નીરજનો પહેલો પ્રયાસ આ ફાઇનલમાં પહોંચવાનો રહેશે, જ્યાં તે સતત બીજું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.
