Skip to main content
Settings Settings for Dark

નીરજ ચોપરા 85.69 મીટરનો થ્રો ફેંકી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય

Live TV

X
  • ભારતના દિગ્ગજ એથ્લેટ અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. કતારના દોહામાં યોજાયેલી પ્રતિષ્ઠિત 'દોહા ડાયમંડ લીગ'ની ભાલા ફેંક (Javelin Throw) સ્પર્ધામાં નીરજ ચોપરાએ 85.69 મીટરના સીઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. આ મજબૂત પ્રદર્શન સાથે જ નીરજે આગામી ૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પણ હાંસલ કરી લીધું છે.

    ભારતના દિગ્ગજ એથ્લેટ અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. કતારના દોહામાં યોજાયેલી પ્રતિષ્ઠિત 'દોહા ડાયમંડ લીગ'ની ભાલા ફેંક (Javelin Throw) સ્પર્ધામાં નીરજ ચોપરાએ 85.69 મીટરના સીઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. આ મજબૂત પ્રદર્શન સાથે જ નીરજે આગામી ૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પણ હાંસલ કરી લીધું છે.

    ઈજા બાદ છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
    ઈજામાંથી રિકવરી મેળવી રહેલા નીરજ ચોપરાએ આ આખી સીઝનની પોતાની પ્રથમ ડાયમંડ લીગ મેચ રમી હતી. પોતાની ફિટનેસની ચકાસણી કરવા માટે નીરજે છેલ્લી ઘડી સુધી આ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અંતિમ ટ્રેનિંગ સેશન બાદ જ્યારે તે અને તેની સપોર્ટ ટીમ સંતુષ્ટ થયા, ત્યારે જ આયોજકોની સંમતિ સાથે તેણે દોહામાં મેદાન પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

    મેડલ ચૂક્યો પણ આત્મવિશ્વાસ વધ્યો
    ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિક (2024)માં સિલ્વર મેડલ જીતનાર ૨૯ વર્ષીય નીરજ ચોપરા પાસેથી ચાહકોને મેડલની આશા હતી, પરંતુ ચોથા ક્રમે રહેવા છતાં ઈજા બાદની તેની વાપસી શાનદાર રહી છે.

    પ્રથમ ક્રમ: શ્રીલંકાનો રુમેશ થરંગા પાથિરાગે (88.96 મીટર)

    બીજો ક્રમ: ગ્રેનાડાનો પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (86.38 મીટર)

    ત્રીજો ક્રમ: અમેરિકાનો કર્ટિસ થોમ્પસન (85.99 મીટર)

    બીજી તરફ, આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલો અન્ય ભારતીય એથ્લેટ સચિન યાદવ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નહોતો.

     

    નીરજ ચોપડાના શાનદાર પાંચ થ્રો
    ભૂતપૂર્વ ડાયમંડ લીગ ચેમ્પિયન નીરજ ચોપરાની શરૂઆત નબળી રહી હતી. તેનો પ્રથમ થ્રો 'ફાઉલ' રહ્યો હતો. ત્યારબાદ:

    બીજો થ્રો: 82.77 મીટર

    ત્રીજો થ્રો: 85.69 મીટર (સીઝનનો બેસ્ટ થ્રો)

    ચોથો થ્રો: 83.45 મીટર

    પાંચમો થ્રો: ફાઉલ

    સામાન્ય રીતે નીરજનો પહેલો થ્રો જ સૌથી બેસ્ટ હોય છે, પરંતુ શનિવારે તેમ થઈ શક્યું નહીં. નીરજનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ 90.23 મીટરનો છે.

    આગામી બે મેગા ઈવેન્ટ્સ પર નજર
    ઈજા બાદ ફિટનેસ ચકાસવા માટે નીરજ ચોપરા માટે આ ટૂર્નામેન્ટ ઘણી મહત્વની હતી. હવે તેની નજર આ સીઝનની બે સૌથી મોટી ઈવેન્ટ્સ — ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ પર છે. પોતાના રિકવરી પ્રોગ્રામ વિશે વાત કરતા નીરજે જણાવ્યું કે, "હું સ્વિટ્ઝર્લેન્ડના મેગ્લિંગન સ્થિત ‘સ્વિસ ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર’માં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. પર્વતોની વચ્ચે આવેલી એ જગ્યા ખૂબ જ શાંત છે, જેના કારણે તમે તમારી ટેકનિક અને ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply