Skip to main content
Settings Settings for Dark

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત

Live TV

X
  • 2026ની ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો ટેસ્ટ ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે. વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી.

    શુભમન ગિલ વનડે સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમી શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવાયો હતો. ભારતે તે સીરિઝ 2-1થી જીતી હતી. શુભમનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, શ્રેયસ ફિટ જાહેર થાય તો જ સીરિઝમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી તે મેદાનની બહાર છે.

    ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન*), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply