Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • ન્યૂઝીલેન્ડે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં કર્યો પ્રવેશ

    T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે ઐતિહાસિક વિજય મેળવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ જીતના અસલી હીરો ફિન એલન રહ્યા હતા, જેમણે માત્ર 33 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ કપ ઈતિહાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

    T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડએ12.5 ઓવરમાં 173/1 રન બનાવ્યા હતા.

    ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ન્યૂઝીલેન્ડનો નિર્ણય સાચો સાબિત થયો હતો. કિવિ સ્પિનર કોલ મેકકોન્ચીએ બીજી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોક અને રેયાન રિકલ્ટનને આઉટ કરીને આફ્રિકાને મોટો ઝટકો આપ્યો હતો. 77 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માર્કો જેન્સેન (55* રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સે (29 રન) બાજી સંભાળી હતી અને ટીમને 169 સુધી પહોંચાડી હતી.

    ન્યૂઝીલેન્ડ હવે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલમાં રમશે. તેમનો મુકાબલો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply