ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવ્યું
Live TV
-
ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ ધમાકેદાર જીત સાથે જ ભારતે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પોતાની સૌથી મોટી જીતનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં ભારતે 2018માં રાજકોટ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઈનિંગ અને 272 રનથી જીત મેળવી હતી.
મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગીલ (126) અને કેએલ રાહુલ (100) ની સદીઓની મદદથી 564/8 રને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં 152 રનમાં અને ફોલોઓન થયા બાદ બીજી ઈનિંગમાં માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
23 વર્ષના યુવા સ્પિનર માનવ સુથારે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ એવું પ્રદર્શન કર્યું જે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતનારા આ રાજસ્થાની સ્પિનરે પોતાની આ સફરને એક અવાસ્તવિક અનુભવ ગણાવ્યો હતો.
