પંચમહાલના કસનપુરની મનોદિવ્યાંગ રમતવીર લીલાની ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલોમ્પિક ગેમ્સમાં પસંદગી
Live TV
-
પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના કસનપુર ગામની મનોદિવ્યાંગ રમતવીર લીલા બેનની ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલોમ્પિક ગેમ્સ સ્પર્ધામાં પસંદગી થઈ છે. 26 જૂનથી જર્મનીના બર્લિન ખાતે ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલોમ્પિક ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં કસનપુર ગામની રમતવીર લીલાબેન બાસ્કેટબોલ રમતમાં ભારતને ગૌરવ અપાવતા દેખાશે.
ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલા સ્પેશ્યલ કેટેગરીના ખેલાડીઓમાં ભારતમાંથી લીલાબેન પટેલને પણ તક મળતાં પરિવારજનો સહિત ગુજરાતવાસીઓમાં ખુશીની લાગણી છે. દિવ્યાંગ બાળકોનો આત્મવિશ્વાસ વધે અને તેનામાં છુપાયેલું કૌશલ્ય બહાર આવે એ માટે આ પ્રકારના રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. લીલીબેનને પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાસપોર્ટ સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
